૨ થી ૩ મિનિટ નો સમય કાઢી અવશ્ય વાંચજો.
અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે નાતાલ છે તો આપણા વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ, જેને મહર્ષિ ભગવાન વાલ્મીકિએ સંવત્સરભૂષણ કહ્યો તેવા માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશી એટલે કે #મોક્ષદા_એકાદશી પણ છે.

1/4
2/4

દ્વાપર યુગમાં ભગવાન #શ્રીકૃષ્ણે આજના દિવસે જ મોક્ષ આપવાવાળી #ભગવદ્_ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણે જ્યારે ગીતાનું જ્ઞાન આપ્યું હતું તે દિવસે હિંદુ કેલેન્ડર પ્રમાણે એકાદશી હતી. માટે આ એકાદશી હવે મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે.
3/4

આજના દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ ગીતા એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે.
4/4

મહર્ષિ વેદવ્યાસ રચિત ભારતીય સંસ્કૃતિના જ્ઞાનકોશ સમાન મહાભારતમાં કુલ ૧૮ પર્વ છે. તેના છઠ્ઠા પર્વમાં એટલે કે ભીષ્મ પર્વમાં ૨૫ થી ૪૨ સુધીના ૧૮ અધ્યાય ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ તરીકે ઓળખવામાં આવે છે.

#GeetaJayanti
#MokshadaEkadashi 🙏

#copied
You can follow @ItsNumberNine_.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.